તાપી જિલ્લામાં યોજાનારા ‘દસમાં તબક્કાના સેવા સેતુ’ આયોજન અંતર્ગત તાપી જિલ્લા કલેકટરશ્રીનાં અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ.

 તાપી જિલ્લામાં યોજાનારા ‘દસમાં તબક્કાના સેવા સેતુ’ આયોજન અંતર્ગત તાપી જિલ્લા કલેકટરશ્રીનાં અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ.


તાપી જિલ્લામાં યોજાનારા ‘દસમાં તબક્કાના સેવા સેતુ’ સહિત ‘સ્વચ્છતા હી સેવા’ અને ‘ગરીબ કલ્યાણ મેળા’ કાર્યક્રમોના આયોજન સંદર્ભે તાપી જિલ્લા કલેકટરશ્રી ડો.વિપિન ગર્ગના અધ્યક્ષસ્થાને સયુંંક્ત બેઠક યોજાઇ

*માહિતી બ્યુરો,તાપી તા: ૧૩* સમગ્ર રાજ્ય સહિત તાપી જિલ્લામા પણ આગામી તા.૧૭મી સપ્ટેમ્બર ૨૦૨૪થી શરૂ થઈ રહેલા ‘સેવા સેતુ’ કાર્યક્રમ સહિત ‘સ્વચ્છતા હી સેવા’ કાર્યક્રમ અને આગામી તારીખ ૨૭ સપ્ટમ્બરે યોજાનાર ગરીબ કલ્યાણ મેળા સંદર્ભે, તાપી જિલ્લા કલેકટરશ્રી ડો.વિપિન ગર્ગના અધ્યક્ષસ્થાને તથા ધારાસભ્યશ્રી મોહનભાઇ ઢોડિયા તથા મોહનભાઇ કોંકણીની ઉપસ્થિતીમાં આયોજન અંગે  ઉચ્ચસ્તરીય બેઠક યોજાઇ હતી.

અધ્યક્ષસ્થાનેથી  કલેકટરશ્રી ડો.વિપિન ગર્ગે  જિલ્લા અધિકારીઓને ઉપયોગી માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે ખુબ જ અગત્યના એવા ‘સેવા સેતુ’ કાર્યક્રમ સહિત ‘સ્વચ્છતા હી સેવા’ અને ગરીબ કલ્યાણ મેળા જેવા પ્રજા કલ્યાણના આ કાર્યક્રમો  વધુ અસરકારક અને લોકભોગ્ય બને તે મુજબના આયોજનો કરવાના રહશે. 

વ્યાપક જન ભાગીદારી સાથે  ૧૭ મી સપ્ટેમ્બરથી પ્રાંરભ થઇ રહેલા દશમાં તબકાના સેવાસેતુ કાર્યક્રમમાં નાગરીકોની ભાગીદારી વધારવા અને સંવેદનશીલતા સાથે આ બાબતોને ગંભીરતાથી લઈ, કાર્યક્રમને સફળ બનાવવા માટે  અપિલ કરી હતી. લાભાર્થીઓને આપવા પાત્ર લાભો તત્કાલિક સ્થળ ઉપર જ મળી રહે તે માટે તમામ વિભાગોને ખાસ તકેદરી રાખવા જણાવ્યું હતું.

આ ઉપરાંતમગ્ર રાજ્યમાં તા.૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૪થી સ્વચ્છતા હી સેવા-૨૦૨૪ અભિયાનનો પ્રારંભ થવાનો હોય નાગરિકોને આ અભિયાનમાં સહભાગી થવા અપીલ છે.

આ અભિયાન અંતર્ગત જિલ્લામાં જાહેર, ધાર્મિક અને પ્રવાસન સ્થળો, સરકારી કચેરીઓ, મુખ્ય બજારો સહિતના સ્થળોએ સમગ્રતયા સઘન સફાઈ  કરવા,સ્વચ્છતા હી સેવા-૨૦૨૪ના મુખ્ય મુદ્દા તરીકે સ્વચ્છતા અંતર્ગત જાહેર જનતાની ભાગીદારી સ્વચ્છતા અંગે જાગૃતિ વધારવા માટે વિવિધ રચનાત્મક પ્રવૃત્તિઓ કરવા અંગે માર્ગદર્શન પુરું પાડ્યું હતું. 

‘સેવા સેતુ’ અને ‘સ્વચ્છતા હી સેવા’ કાર્યક્રમ ઉપરાંત આગામી સમયમા યોજાનાર ‘ગરીબ કલ્યાણ મેળા’ સંદર્ભે પણ કલેક્ટરશ્રીએ, સંબંધિત વિભગોને ઉપયોગી માર્ગદર્શન પૂરુ પાડ્યુ હતુ.

આ બેઠકમાં ઉપસ્થિત ધારાસભ્યશ્રીઓ દ્વારા પણ કાર્યકમો બાબતે જરુરી સુચનો અને માર્ગદર્શન પુરું પાડવામાં આવ્યું હતું

બેઠકમા, નિવાસી અધિક કલેક્ટર આર.આર.બોરડ, પ્રાંત અધિકારી શ્રી પ્રિતેશ પટેલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ખ્યાતિ પટેલ તથા નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી સંદિપ ગાયકવાડ સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 




 

Comments